ટ્રસ્ટનું વ્યવસ્થાકીય માળખું :
દેખરેખ, માર્ગદર્શન અને પ્રોત્સાહન: PAGEREF _Toc259094388 \h 13
સુરતનું સહયોગ
ચિકિત્સા કેન્દ્ર અને દવાખાનું:
ડીસાનું હોમીયોપેથિકનું દવાખાનુ:
વિટામિન-એ ના વિતરણનો કાર્યક્રમ :
અફીણના બંધાણમાંથી છોડાવવાનો કાર્યક્રમ :
(૪) ખેતી, વન-સંવધન
અને ગ્રામીણટેકનોલોજી
ખેતી, વન-સંવધન અને ગ્રામીણટેકનોલોજી :
નર્સરી, વૃૃક્ષારોપણ અને બીજ-વિતરણ :
ભણશાળી કુટુંબ મૂળ પાલનપુરનું, મુંબઇમા હીરાનો વેપાર કરે. ભણશાળી કુટુંબના સાત
ભાઇઓએ ૧૯૬૯માં ભણશાળી ટ્રસ્ટ બનાવ્યું.
સાત ભાઇઓમાં સૌથી મોટા દિનેશભાઇ, દાનવૃત્તિવાળા. કોઇને પણ મુશ્કેલીમાં જુએ તો મદદ
કરવા દોડી જાય. ૧૯૬૭માં એમણે છાપામાં વાંચ્યું કે બિહારમાં દુકાળ પડયો છે. એમણે
થયું, આપણાથી થાય તેટલી મદદ દુકાળગ્રસ્તોને કરી છુટવી જોઇએ. પોતાના કુટુંબમાંથી
અમુક રકમ કાઢી. બીજા મિત્રો પાસેથી પણ દાન મેળવ્યું. એમના ભાઇ મહેશભાઇએ બિહાર
જઇને રાહતકામ ઉપાડયું. અન્ય મિત્રો સાથે મળીને જાત- દેખરેખ હેઠળ બધું ગોઠવ્યું.
ટુસ્ટની પ્રવૃત્તિઓનું આ પ્રથમ સોપાન. આવી રીતના એક આવા નાનકડા આરંભથી શરૂ થઇને
ટ્રસ્ટની પ્રવૃત્તિઓ વધતી ગઇ. આજે હવે માનવતાનાં તેમજ વિકાસના કામો કરતી સ્વૈચ્છિક
સંસ્થાઓમાં એક અગ્રણી અને સુવ્યવસ્થીત સંસ્થાઓ રૂપે ભણશાળી ટ્રસ્ટની ગણતરી થાય છે.
મહેશભાઇએ સેવાની પ્રવૃત્તિ પાછળ પોતાનું આખું જીવન અર્પણ કરી દીધું છે. રમણલાલ
વસંતલાલ દેસાઇની નવલકથા 'ગ્રામલક્ષમી’માંથી એમને સેવાકાર્યની પ્રેરણા મળી. તે
નવલકથાનો એન્જીનીયર થયેલો નાયક પોતાનું બધું જ્ઞાન ને કુશળતા ગામડાંના લોકોની
સેવામાં અર્પણ કરી દેવાનો નિર્ણય કરે છે. લોકોની સેવામાં પોતાનો બધો સમય અને શક્તિ
ખર્ચવા હશે તો તેમાં લગ્ન અને કૌટુંબિક જીવન આડખીલ રૂપ બનશે એમ માનીને પાતે
અવિવાહિત રહેવાનું નક્કી કરે છે. મહેશબાઇના મનમાંયે આવું જ વસી ગયું. તેઓ સેવા
કાર્યમાં ડૂબી ગયા.
શરૂઆતમાં દિનેશભાઇ અને મહેશભાઇ સામાજીક કામમાં જોડાયા. પછી ધીરે ધીરે બીજા ભાઇઓ પણ
તેમાં રુચિ લેવા લાગ્યા. અત્યારે હવે દિનેશભાઇ અને મહેશભાઇ પૂરેપૂરા કામમાં લાગેલા
છે. એમના નાનાભાઇ અશોકભાઇ પણ મહિને ઓછામાં ઓછું એક અઠવાડિયું ટ્રસ્ટનાં કામો પાછળ
આપે છે. આ રીતે સાતમાંથી ત્રણભાઇ તો સેવાકાર્યમાં સક્રિય છે, અને આર્થિક તેમજ બીજી
બધી રીતે આખું ભણશાળી કુટુંબ ટ્રસ્ટની બધી જ જવાબદારી ઉપાડી રહ્યું છે.
બિહારમાં દુકાળ-રાહતનું કામ કર્યા બાદ જરૂરિયાતવાળા લોકોને મદદરૂપ થાય તેવાં અન્ય
રાહતકામો પણ ઉપાડવામાં આવ્યાં. ગરીબોને રાહતદરે ધાબળા અને કપડાં આપવાં,
વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકો ને નોટબૂકો આપવી, રેલને વાવાઝોડા જેવી કુદરતી આફત વખતે
સંકટગ્રસ્થોને જાતજાતની રાહત પહોંચાડવી, વગેરે. પરંતુ આ બધું કામચલાઉ ધોરણે થતું.
અવારનવાર કોઇક આફત પડી અથવા કોઇક પ્રસંગ ઊભો થયો તો ગરીબોને અને સંકટગ્રસ્તોને
સહાય કારવા દોડી ગયા. પરંતુ હજી કામની કોઇ ચોક્કસ ીદશા નહોતી ગમી અથવા કામનું
સુનિયોજિત માળખું નહોતું ગોઠવાયું. વળી, શરૂઆતનાં આ કામોનું સ્વરૂપ મોટા ભાગે રાહત
અને દાન-ધરમના પ્રકારનું હતું. તેને હવે એક સ્થાયીને વ્યવસ્થિત સ્વરૂપ આપવા
૧૯૬૯માં ભણશાળી ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી.
આ રીતે લોકોને સંકટ વખતે કાંઇને કાંઇ સહાયભુત થવાની ઉમદા ભાવનાથી શરૂ થયેલ કામ ધીરે
ધીરે પાંગરતું-પાંગરતું આજે હવે એક મોટી સ્વેચ્છિક સંસ્થાના રૂપમાં વિકાસ પામ્યું
છે. હવે છૂટું છવાયું રાહતકામ નથી રહ્યું, પણ આયોજન પર્વક વ્યવસ્થિત રીતે સતત
ચાલતું રહેતું એક નોંધપાત્ર સામાજિક કામ બન્યું છે. તેની પાછળનો હેતુ થોડુંઘણું
દાનધરમ કરી છૂટવાનો કે નાનીમોટી રાહત પહોંચાડવાનો નથી રહ્યો, પણ લોકોને કેળવવાનો,
જાગૃત કરવાનો અને લોકોનો વિકાસ સાધવાનો બની રહ્યો છે.
ભણશાળી ટ્રસ્ટની પ્રવૃત્તિઓ આજે હવે ગુજરાતના ઘણા વિસ્તારોમાં પ્રસરી ચૂકી છે.
દેશમાં ગમે ત્યાં કુદરતી આફત આવી પડે, તો ટ્રસ્ટ તુરત ત્યાં રાહતકામ માટે પહોંચી
જાય છે. ટ્રસ્ટ દર વરસે બિહારમાં નિયમિત નેત્રયજ્ઞ યોજે છે. ટ્રસ્ટના વિકાસ કાયોં
મુખ્યત્વે બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્રિત થયાં છે. ટ્રસ્ટનું મુખ્ય કાર્યાલય પણ
ત્યાં જ આવેલું છે. બનાસકાંઠા ભણશાળી કુટુંબનું વતન છે એ તો ખરું, પણ તે ઉપરાંત એ
ગુજરાતના સૌથી વધુ ગરીબ અને પછાત વિસ્તારોમાંનો એક છે. તેનો સામાજીક આર્થિક વિકાસ
બહુ ઓછો થયો છે.
બનાસકાંઠા જિલ્લામાં આમ તો ૧૨ તાલુકા છે. પરંતુ તેમાંય સૌથી વધારે પછાત અને લગભગ
કાયમના દુકાળગ્રસ્ત રહેતા એવા રાધનપુર, સાંતલપુર અને થરાદ તાલુકા સઘન કામ માટે પસંદ
કરવામાં આવ્યા છે. તેની સાથે નજીકના મહેસાણા જિલ્લાના સમીને હારિજ એ બે તાલુકા પણ
લીધા છે. સાંતલપુર અને વાવ તાલુકામાં બહેનોમાં સાક્ષરતાનું પ્રમાણ માત્ર બે ટકા
છે. નાનામોટા કોઇ ઉદ્યોગ નથી. લોકો મુખ્યત્વે ખેતી ઉપર નિર્ભય છે. વહેમો અને
સામાજીક કુરિવાજો લોકમાનસમાં ઘર કરી ગયાં છે. બહેનો ઘણી ઉપેક્ષિત રહી છે. લોકો
અફીણ, દારૂ અને તમાકુના બંધાણી બની ગયા છે. સરકારે મોટા ભાગના ગામોને 'જળસ્રોત
વિહોણાં‘ જાહેર કર્યા છે. ટી.બી. નું પ્રમાણ ઘણું વધારે છે. ઓરી-અછબડા, મોટી ઊધરસ
અને ઝાડાનો રોગચાળો અવારનવાર ફાતી નીકળે છે. બાળકો અપૂરતા પોષણથી પીડાય છે અને
બાળ-મરણનું પ્રમાણ પણ ઘણું વધારે છે.
છતાં આ વિસ્તારમાં દાકતરી સારવારની વ્યવસ્થા લગભગ નથી જ એમ કહીએ તોયે ચાલે. ગામો
છૂટાં છવાયાં વસેલાં છે, પીવાના પાણીની અછત છે અને બીજીયે અગવડોનો ભારે અભાવ છે.
તેથી આ વિસ્તારનાં ગામડાંઓમાં કામ કરવા માટે માણસો સહેલાઇથી મળતા નથી. સરકાર
મારફત ચાલતાં વિકાસ કાર્યોમાં પણ કેટલીયે જગ્યાઓ વણપૂરાયેલી રહે છે, કેમ કે સરકારી
નોકરો આવા અભાવગ્રસ્ત વિસ્તારમાં જઇને રહવા તૈયાર નથી. ગુજરાતમાં આમ તો રચનાત્મક
કાર્યકરોની ઉજજવળ પરંપરાઓ છે. તેમ છતાં બનાસકાંઠા જિલ્લામાં સાવ ગણીગાંઠી
સ્વેચ્છિક સંસ્થાઓ જોવા મળે છે. ICDS યોજના હેઠળ પણ સરકારે લઇ લઇને ડીસા
અનેપાલનપુર તાલુકા લીધા કે જે પ્રમાણમાં વિકસિત છે.
પરંતુ ટ્રસ્ટે જોયું કે ખરું કામ કરવાની જરૂર તો અભાવગ્રસ્ત તાલુકાઓમાં છે. તેથી
તેણે વાવ, થરાદ જેવા પછાત તાલુકાઓ પસંદ કર્યા છે. આપણે તો અત્યાર સુધી સાવ
ઉપેક્ષિત રહેલા અને સૌથી વધારે તાકીદની જરૂરીયાતવાળા લોકો સુધી પહોંચવુ છે.
ભારતીય સમાજ દારૂણ ગરીબ અને ભારે અજ્ઞાનથી પીડાય છે. ત્યારે સાધન-સંપન્ન ભાગ્યશાળી
માણસોનું એ કર્તવ્ય થઇ પડે છે કે પોતાના કરતાં ઓછા ભાગ્યશાળી લોકોને પોતે કાંઇ ને
કાંઇ મદદરૂપ થાય. ટ્રસ્ટના પાયામાં આ સિદ્વાંત રહેલો છે, ટ્રસ્ટની મૂળભૂત ફિલસૂફી
છે- માનવતા, દયાળુતા, દાનવૃત્તિ અને માનવસેવા. ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર, ફિલસૂફી પર
નિર્ભય છે.
ટસ્ટનો અભિગમ સંઘર્ષાત્મક નહીં પણ રચનાત્મક અને સહયોગાત્મક છે. સ્થાપિત હિતો અથવા
વહીવટી તંત્ર સાથે સીધા સંઘર્ષમાં કે વિરોધમાં ઊતરવાને બદલે ગરીબ તેમજ નબળા લોકોના
વિકાસ માટેની રચનાત્મક પ્રવૃત્તિઓ ઉપાડી લેવામાં ટ્રસ્ટ માને છે.
ટ્રસ્ટ લોકોની જરૂર શોધે અને સમજે છે, અને તે મુજબ એક પછી એક પ્રવૃત્તિ ઉપાડે છે.
દાખલા તરીકે, ટી.બી.નું પ્રમાણ બનાસકાંઠા માં વધારે છે, એટલે ટ્રસ્ટે ટી.બી.
નિયંત્રણ કાયંક્રમ ઉપાડયો. જયારે એમ જણાયું કે અફીણના વ્યસનમાં ઘણા લોકો ફસાયેલા
છે, ત્યારે ટ્રસ્ટે લોકોને અફીણના બંધારણમાંથી મુક્ત કરવાનો કાર્યક્રમ હાથ ધર્યો.
દરબાર જાતિની બહેનો સામાજીક બંધનોને કારણે ઘરની બહાર ન હોતી નીકળતી, એટલે ટ્રસ્ટે
અંબર ચરખાની યોજના કરી. આ વિસ્તારનાં બાળકો રતાંધળાપણાથી બહુ પીડાય છે એમ ખબર પડી,
તેથી આંખોની સંભાળ લેવાની તેમજ વિટામીન 'એ‘ ની ગોળીઓ વહેંચવાની પ્રવૃત્તિ શરૂ
કરવામાં આવી.
આ વિસ્તારની પ્રજાના મુખ્ય પ્રશ્નો કયા છે અને એમને ખરેખર શાની જરૂરીયાત છે, તે
જાણવા ટ્રસ્ટ સતત મથામણ કરતું રહે છે. ટ્રસ્ટના કર્મચારીઓ અને કાર્યકરોની અનેક
સભાઓમાં આ અંગે ચર્ચા-વિચારણા કરીને તથા અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ, કાર્યકરો તેમજ
જાણકારો સાથે સંપર્કમાં રહીને સતત આ જાણકારી મેળવવાનો પ્રયત્ન થાય છે. ધંધાદારી
નિષ્ણાંતોનીયે સલાહ લેવામાં આવે છે અને એમને ટ્રસ્ટની પ્રવૃત્તિઓ નજરોનજર જોવા અને
તેનો અભ્યાસ કરવા નીમંત્રવામાં આવે છે. એવી જ રીતે ટસ્ટના ટ્રસ્ટીઓ અને કાર્યકરો
બીજી સંસ્થાઓ અને વિસ્તારોની મુલાકાત લઇને એમનામાંથી જે કાંઇ શીખવા જેવું હોય તે
શીખવાનો પ્રયત્ન કરતા રહે છે, કે જેથી ટ્રસ્ટના કામમાં કાયમ સુધારો-વધારો કરતા
રહેવાય અને નવું નવું ઉમેરી શકાય.
1.
2.
3.
4.
5.
6.
7.
બે દાયકાના સમય દરમ્યાન ટસ્ટના કામનો વ્યાપ ઘણો વધ્યો છે. પ્રવૃત્તિઓ વધી છે,
લાભાર્થીઓની સંખ્યા ઘણી વધી ગઇ છે, ભૌગોલિક દ્દષ્ટિએ પણ કામનો વિસ્તાર વધ્યો છે,
વરસે દહાડે વપરાતી રકમ વધી છે. તેથી આખુંયે કામ વધારેને વધારે આયોજન પૂર્વક અને
વ્યવસ્થિત ચાલતુ રહે તેને માટે અમે કોશિશ કરતા રહીએ છીએ.
વહીવટી સુગમતા ખાતર, સ્થાનિક કેન્દ્રો જે તે વિસ્તારની પ્રવૃત્તિઓનું સંચાલન કરે
છે અને સમગ્રપણે દેખરેખ રાખે છે. બનાસકાંઠા જિલ્લામાં રાધનપુર, ડીસા અને થરાદમાં
તથા પંચમહાલ જિલ્લામાં કથોલામાં ટસ્ટનાં આવાં અગ્રણી કેન્દ્રો છે. તે ઉપરાંત
અમદાવાદ અને સુરતથીયે કેટલીક પ્રવૃત્તિઓ ચાલે છે.
રાધનપુરના ટ્રસ્ટના મુખ્ય કેન્દ્રમાં ટ્રસ્ટની બધી મુખ્ય ઓફિસો, કર્મચારીઓનાં
રહેઠાણો, તાલીમ કેન્દ્ર, ખાદીકામ, દવાખાનું અને હોસ્પીટલ આવેલાં છે. ત્યાં વિવિધ
પ્રવૃત્તિઓ મુજબ ૧૫ વહીવટી વિભાગો છે. દરેક વિભાગની જવાબદારી એક મેનેજરને માથે હોય
છે. જો કે એક જ વ્યક્તિ એક કરતાં વધુ વિભાગો અને પ્રવૃતિઓ સંભાળે છે. બધુ મળીને
પાંચ મેનેજરો આ ૧૫ વિભાગો સંભાળે છે.
ટ્રસ્ટના ૫૭૩ પૂરા સમયના કાર્યકરો છે. આ ઉપરાંત બીજા હજારેક માણસો ટ્રસ્ટના કામ
સાથે કોઇને કોઇ રીતે સંકળાયેલા છે.
કર્મચારીની પસંદગીમાં ઘણી ચીવટ રાખવામાં આવે છે. તેમાં મુખ્ય ત્રણ વાત ઉપર ખાસ
ધ્યાન અપાય છે.
(૧) જેને કાયમની બહુ જ જરૂર હોય અને જેની આર્થિક સ્થિતિ નબળી હોય
એવા માણસને પહેલું કામ આપવું.
દાખલા તરીકે આંગણવાડી પ્રોજેકટમાં ગરીબ અને વિધવા બહેનોને પહેલી પસંદગી આપીએ છીએ.
(૨) જેમની કામના સ્થળે અને ખાસ કરીને ગામડામાં રહેવાની ઇચ્છા હોય
અને તૈયાર હોય.
(૩) દિલ દઇને સખત કામ કરવાની જેમની પ્રામાણિક ભાવનાને ઇચ્છા હોય
અને સેવાવૃત્તિ હોય.
કર્મચારીની પસંદગીમાં અને શાળાકીય શિક્ષણ ઉપર ઝાઝો ભાર નથી મૂકતા. બલ્કે, ઓછું
ભણેલા કે ડીગ્રી ન ધરાવનારાને સામાન્ય રીતે વધુ પસંદગી પામે છે. તેની પાછળની
માન્યતા એવી છે કે ભલે બહુ ભણેલા ન હોય પણ કામ કરવાની જેમને જરૂર હોય. અન કામ કરવા
માટે જેમનું માનસ ઘડાયેલું હોય તેવા માણસો વધુ કામ કરે છે અને એમના કામની ગુણવત્તા
પણ વધારે હોય છે. વળી, આવા લોકો આપણને લાંબો સમય કામ આપે છે, તેઓ નોકરી ઝટ છોડી
નથી જતા.
એટલે ટ્રસ્ટનું વલણ એવું છે કે જરૂરીયાતવાળા, ઓછુ ભણેલા યુવાનોને લઇને એમને તાલીમ
આપવી અને કાર્યકર તરીકે તૈયાર કરવા. જેમ જેમ તેઓ તૈયાર થતા જાય અને પોતાની નિષ્ઠા
પૂરવાર કરતા જાય, તેમ તેમ એમને વધુને વધુ ઊંચા સ્તરની કામગીરી સોંપતા જવી. આ રીતે
ધીરે ધીરે તેઓ નિરીક્ષક ને મેનેજર તરીકેની જવાબદારી ઉપાડતા પણ થઇ જાય છે. આમ, એમની
પોતાની કુશળતા અને આવડતનો વિકાસ તો થાય જ છે, પણ તે ઉપરાંત સંસ્થા પણ આંતરિક રીતે
સંગીન બને છે.
આજે ટ્રસ્ટના મેનેજર તરીકે કામ કરતા બધા હાઇસ્કૂલ સુધી ભણેલા છે. એમની ઉંમર ૨૦
થી ૩૫ વરસની છે. ડીસાની ગાંધી-લિંકન હોસ્પિટલ અનેક રોગોની નિષ્ણાંત સારવાર માટે
સજજ છે અને વરસે દહાડે ૭૦ હજાર આઉટડોર દર્દીઓને પણ સારવાર આપે છે. તે હોસ્પિટલના
મેનેજર એક મેટિ્રક્યુલેટ છે. ટી.બી. નિયંત્રણનો ટસ્ટનો કાર્યક્રમ ચાર જુદાં જુદાં
કેન્દ્રો મારફત ચાલે છે. ઉપરાંત દસેક હજાર માણસોને આવરી લેતી વિશ્વિફ પ્રવૃત્તિઓ
ચાલે છે. આ બધા કામનું સંચાલન કરનાર મેનેજર પણ હાઇસ્કૂલ સુધીનું જ શિક્ષણ પામેલા
છે.
ધંધાદારી નિષ્ણાતો કહીએ તો તે ડોકટરો છે. તે સિવાય અન્ય ધંધાદારી નિષ્ણાતોની મદદ
કામચલાઉ લેવાય છે. અવારનવાર એમની સલાહ લેવામાં આવે છે. એમની મુલાકાતો, નિરીક્ષણો
અને સૂચનોનો લાભ લેવાય છે.
જે કાંઇ કામ ચાલે છે, તેના પર સતત દેખરેખ અને માર્ગદર્શન અપાાય છે. દરેક કાર્યકર
ઉપર ઝીણવટથી નજર રખાય છે. દરેક કામગીરીનું સતત મૂલ્યાંકન થતું રહે છે. સુપરવાઇઝરો
કાર્યક્ષેત્રમાં જઇને સતત નિરીક્ષણ-પરીક્ષણ કરતા રહે છે, પોતાના રિપોર્ટ આપતા રહે
છે. સ્ટાફ કમિટીઓ પણ દેખરેખ રાખતી રહે છે. અશોકભાઇ અને મહેશભાઇ ભણશાળી પણ સતત
ધ્યાન આપતા રહે છે.
કાર્યકરોની નિયમિત બેઠકો યોજાય છે અને વિગતે બધી ચર્ચા-વિચારના કરવામાં આવે છે.
કામનાં લેખાં-જોખાં કરાય છે, પ્રશ્નો વિશે વિચારણા થાય છે. કામ કરવામાં આવતી
મુશ્કેલીઓ દૂર કરાય છે. ચોક્કસ ફોર્મમાં બધી માહિતી, આંકડા વગેરે કાયમ મેળવાય છે.
દરેક કાર્યકર પોતાના કામનો દૈનિક રિપોર્ટ આપતો રહે છે.
અફીણમુક્તિના કર્યક્રમ હેઠળ ચાલતા કેમ્પમાં જેટલા બંધાણીઓ આવે, તે દરેક વિશે
વિગતવાર બધી માહિતી રાખવામાં આવે છે. દરેક કેમ્પમાં શું શું કરવામાં આવ્યું અને
ત્યાર બાદ પણ શું શું પગલાં લેવાયાં, તે બધાની જ નોંધ રખાય છે. અવારનવાર બધા
રિપોર્ટ વિશે ચર્ચા થાય છે, શું શું સુધારા વધારા કરી શકાય તેનો વિચાર થાય છે. આને
બદલે આપણાં કામમાં કેટલી સફળતા મળી અને કેટલી ખામી રહી ગઇ તેનો ખ્યાલ આવી શકે છે.
કાર્યકરો દિલ દઇને કામ કરે તે માટે એમને જાતજાતના પ્રોત્સાહન અપાય છે. જેમની
આર્થિક સ્થિતી બહુ નબળી હોય એવા કર્મચારીઓને રોકડ કે ચીજવસ્તુના રૂપમાં વધારાની
સહાય આપવામાં આવે છે. કોઇ કર્મચારી એકાએક મુશ્કેલીમાં આવી પડે અથવા તેના કુટુંબમાં
કોઇ ખાસ પ્રસંગ આવી પડે, તો તેને નાણાકીય મદદ કરાય છે. દાખલા તરીકે આંગણવાડીઓમાં
કામ કરતી જેટલી બહેનોની જમીન ગિરવે મુકાયેલી હતી, તેમને દરેકને પાંચેક હજાર રૂપિયા
જેટલી વગર વ્યાજની લોન આપવામાં આવી જેથી તેઓ પોતાની જમીન છોડાવી શકે.
કર્મચારીને ચાલુ પગાર ઉપરાંત સારી કામગીરી માટે પ્રોત્સાહન રૂપે પુરસ્કાર આપવામાં
આવે છે. દર મહિને દરેક કર્મચારીને તેની કામગીરી મુજબ ગ્રેડ અપાય છે. ગે્રડનો
નિર્ણય જે-તે સ્ટાફ કમિટી કરે છે. આવી રીતે સહાય અને પ્રોત્સાહન અપાય છે, તેની
સાથોસાથ દરેક પાસેથી યોગ્ય વર્તણુકની અને કામગીરીની અપેક્ષા પણ રખાય છે. કોઇ
કર્મચારી જો બિન-પ્રમાણિક જણાય અથવા કોઇ અનૈતિક આચરણ કરે, તો તેને તત્કાલ રુખસદ આપી
દેવાય છે. સામાન્ય રીતે આવા માણસને બીજા કર્મચારીઓ ટેકો કરતા નથી. પરંતુ આવી રીતે
કાઢી મુકાયેલ કોઇક કર્મચારી જો કોર્ટનો આશરો લે, તો પણ તેવા કિસ્સામાં ટ્રસ્ટ મચક
આપવા માગતું નથી. સંસ્થામાં શિસ્ત તો જળવાવી જ જોઇએ.
આ બધી પ્રવૃત્તિઓ માટે અમુક ન્યૂનતમ વહીવટી માળખું જોઇએ અને સગવડ જોઇએ, એ તો ઊભી
કરવામાં આવી છે, પરંતુ ખર્ચમાં કરકસરનું ધ્યાન અવશ્ય રખાય છે. બધુ કામ સાદાઇથી અને
ઓછામાં ઓછા ખર્ચે થવું જોઇએ. ખર્ચ કેમ ઓછામાં ઓછો થાય તે માટે જુદા જુદા ઉપાયો
અજમાવાય છે. ઓફિસની સ્ટેશનરીનો સવાલ હોય કે પ્રવાસનો સવાલ હોય, તેમાં ખર્ચ ઓછો થાય
એવી કોશિશ કાયમ થતી રહે છે.
દાખલા તરીકે ૧૯૮૭ થી ૧૯૮૯ દરમ્યાન ટ્રસ્ટે દુકાળ રાહતનું કામ ઉપાડેલું. ત્યારે
પશુ-આહાર માટેનું એક બંધ પડેલ કારખાનું આપણે ખરીદી લીધું અને તેને ચાલુ કરીને આપણને
જોઇતો પશુ-આહારનો બધો પુરવઠો તેમાં આપણે જ તૈયાર કરી લીધો. પરિણામે, આપણને સારી
ગુણવત્તાવાળો માલ સમયસર અને સસ્તા દરે નિયમિત મળી રહ્યો. આ રીતે ૩૬ લાખ રૂપિયાનો
ફરક પડયો. ટ્રસ્ટને એટલી બચત થઇ.
કાંઇ પણ મોટી ખરીદી કરવાની હોય ત્યારે જુદાજુદા વેપારીઓ પાસેથી નમૂના અને ભાવ
મેળવાય છે. તથા આપણો કોઇ જવાબદાર માણસ ગુણવત્તા, ભાવ વગેરેની બરાબર ચકાસની કરીને જ
ખરીદી કરે છે. આને લીધે અમુક રકમમાંથી વધુ કામ થઇ શકે છે એટલું જ નહીં, સંસ્થાના
કામનું એક ધોરણ સચવાય છે અને એક દાખલો બેસે છે.
ટ્રસ્ટનું બીજુ વલણ એવું છે કે કોઇ પણ પ્રવૃત્તિ શકય તેટલા મોટા પાયા પર ઉપાડવી.
અલબત્ત, કામનું અમુક ધોરણ જરૂર સાચવવું. દાખલા તરીકે બિહારમાં અમે દર વરસે
નેત્રયજ્ઞોનુ આયોજન કરીએ છીએ. ૧૯૮૪ માં પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે ત્યાં બે-એક હજાર
આંખનાં ઓપરેશનો કરેલાં જયારે ૧૯૯૩ માં એ સંખ્યા ૧૧ હજારે પહોંચી ગઇ છે. એંશીના
દાયકાના ઉત્તરાઇમાં ગુજરાતમાં દુકાળ વખતે ટ્રસ્ટે ૩૬ કરોડ રૂપિયા ખર્ચેલા, ૩૦૦૦
માણસો ત્યારે રાહતકામમાં લાગેલા અને બે લાખ કરતાંયે વધારે ઢોરને આપણે બચાવી શકેલા.
ICDS યોજના હેઠળ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ચાલી રહેલ કાર્યક્રમમાં સૌથી વ્યાપક
કાર્યક્રમ આપણા ટ્રસ્ટ દ્વારા ચાલી રહ્યો છે. આપણે ૫૦૦ કરતાંયે વધુ ગામોને આવરી
લીધાં છે.
આ બધી વિવિધ અને વ્યાપક પ્રવૃત્તિઓનું સુચારુ સંચાલન થઇ શકે તે દ્દષ્ટિએ આપણે ઝોક
વધુને વધુ વિકેન્દ્રિત વ્યવસ્થા ગોઠવવા ઉપર છે. દરેક કામ માટે જુદી જુદી સ્ટાફ
સમિતિઓ રચવામાં આવે છે. તે સમિતિઓ જે તે કામનું આયોજન, સંચાલન, ચકાસણી, મૂલ્યાંકન
વગેરે કરતી રહે છે. અત્યારે ICDS, ટી.બી. નિયંત્રણ, અફીણ-મુક્તિ જેવા બહુ મોટા
મોટા પ્રોજેકટનું સંચાલન આવી સ્ટાફ સમિતિઓ દ્વારા જ થાય છે.
ટૂંકમાં, વ્યવસ્થાની બાબતમાં ટ્રસ્ટે નીચેનાં ધોરણો અપનાવ્યાં છે-
(૧) પ્રમાણિકતા, કરકસરતા અને સાદાઇ.
(૨) ગુણવત્તા, કાર્યક્ષમતા અને અસરકારતા પૂરેપૂરી સાચવીને વ્યાપક
પ્રમાણમાં કામ.
(૩) કાર્યકરોની કાળજીપૂર્વકની ભરતી.
જરૂરીયાતમંદ હોય, જુવાન હોય, સેવાની ભાવનાવાળો હોય અને ગામડાંમાં રહેવા તૈયાર હોય
એવાની પહેલી પસંદગી. ઔપચારિક શિક્ષણ કે ઊંચી-ઊંચી ડીગ્રી કે પૂર્વ અનુભવ કરતાંયે
ઉત્સાહી નવલોહિયા યુવાનોને કેળવીને તૈયાર કરવા ઉપર વધુ ભાર.
(૪) નૈતિક વ્યવહાર-વર્તનનો આગ્રહ.
(૫) કર્મચારીઓને સાજે-માંદે અને જરૂર વખતે સહાય તથા સારી કામગીરી
માટે પ્રોત્સાહન.
(૬) ઝીણવટભરી દેખરેખ અને વિગતવાર માગંદર્શન.
(૭) વિકાસ-કાર્યોની વ્યવસ્થાનું વિકેન્દ્રિત માળખું.
(૮) નવીનવી પ્રવૃત્તિઓ તેમજ નવાંનવાં કાર્યક્ષેત્રેની સતત ખોજ
તથા ચાલુ કાર્યમાં સતત સુધારા-વધારા. આ માટે વ્યાવસાયિકો, નિષ્ણાતો,
જાણકારો અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે કાયમ ચર્ચા-વિચારણા અને વિચારોનું
આદાન-પ્રદાન.
ટ્રસ્ટની વિવિધ ને વ્યાપક પ્રવૃત્તિઓ માટે ઘણા મોટા પ્રમાણમાં પૈસાની જરૂર પડે છે.
દર વર્ષે આ બધી પ્રવૃીત્તઓ પાછળ #ણિ કરતાંયે વધારે રૂપિયા ખર્ચાય છે. તેમાંથી
લગબગ દાઢેક કરોડ ટ્રસ્ટના પોતાનાં ફંડોમાંથી મળી રહે છે અને બાકીના સરકાર,
સ્વેચ્છિક મંડળો, વ્યક્તિગત દાતાઓ તેમજ વિદેશની દાતા એજન્સીઓ પાસેથી મેળવાય છે.
કેટલીક કાસ સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ ટ્રસ્ટ આર્થિક સહાય કરે છે.
અગાઉ કહ્યું તેમ ટ્રસ્ટે વિકાસની તેમજ માનવતાની દ્દષ્ટિએ પ્રવૃતિઓ ઉપાડી છે. નીચે
તે પ્રવૃત્તિઓ તેમજ સિદ્વિઓનું સંક્ષેપમાં વર્ણન કરીએ છીએ.
ટ્રસ્ટની મુખ્ય પ્રવૃત્તિઆમાંની એક આરોગ્યની પ્રવૃત્તિ છે. તેમાં રોગના ઉપચાર
કરવા, રોગ થાય જ નહીં એવા ઉપાયો યોજવા તથા આરોગ્ય-વર્ધક પ્રવૃત્તિઓ સામેલ છે.
ગાંધી-લિંકન હોસ્પિટલ: ટ્રસ્ટની સૌથી મોટી હોસ્પિટલ ડીસામાં આવેલી છે. ૧૯૦
પથારીની આ હોસ્પિટલ ૧૯૮૨માં શરૂ કરવામાં આવી. તેના બાંધકામ પાછળ રૂપિયા એક કરોડનો
ખર્ચ થયો, જેમાંથી ૩૦ લાખ રૂપિયા અમેરિકાના ઝેલ ફાઉન્ડેશને આપ્યા અને બાકીના ૭૦ લાખ
રૂપિયા ભણશાળીટ્રસ્ટે આપ્યા. આ રીતે ભારત અને અમેરિકા બંનેની સંસ્થાઓ આમાં સહભાગી
હોવાથી તેનું નામ ગાંધી-લિંકન હોસ્પિટલ રાખ્યું. રાજય સરકારે આ માટે જમીન આપેલી
અને અત્યારે ચાલુ ખર્ચ માટે ગ્રાન્ટ પણ આપે છે. હોસ્પિટલમાં દાકતરી અને સર્જિકલ
વિભાગ ઉપરાંત બાળકોના, સ્ત્રીઓના, હાડકાના, આંખના વગેરે દરદોનાયે ખાસ વિભાગો છે.
૧૯૮૨ થી ૧૯૯૨ સુધીમાં આ હોસ્પિટલમાં ત્રણ લાખ કરતાંયે વધારે દરદીઓએ બહાર રહીને ૩૫
હજાર જેટલા દરદીઓએ હોસ્પિટલમાં રહીને દાકતરી સારવાર લીધી, તથા ૧૧,૦૦૦ કરર્તાયે
વધારે ઓપરેશન કરવામાં આવ્યાં.
આ હોસ્પિટલનો લાભ માત્ર આસપાસનાં ગામોનાં ગરીબ લોકો જ નહીં, પણ પડોશનાં રાજસ્થાનના
લોકો પણ લઇ રહ્યા છે. દરદીઓ પાસેથી સાવ સામાન્ય ફી લેવાય છે તથા બહુ ગરીબ દરદીઓને
મફત સારવાર અપાય છે તેમજ ભોજન પણ અપાય છે. હોસ્પિટલે પોતાનું કામ હોસ્પિટલના
કમ્પાઉન્ડ સુધી સીમિત નથી માન્યું, આસપાસના સો કિલોમીટર સુધીના દૂર-દૂરના વિસ્તાર
સુધીયે વિસ્તાર્યુ છે. ત્યાં હોસ્પિટલ મારફત બાળકોનાં તેમજ ટી.બી.ના દરદીઓ માટેનાં
દવાખાનાં ચલાવાય છે. દાકતરી વિદ્યાર્થીઓની ઇન્ટર્નશિમ માટે પણ હોસ્પિટલને માન્યતા
મળેલી છે.
ટ્રસ્ટ તરફથી એક હોસ્પિટલ રાધનપુરમાં ૭ વરસથી ચાલે છે. હમણાં
એક નવું હોસ્પિટલનું મકાન ૨૫ લાખ રૂપિયાના ખર્ચે બંધાવ્યું છે. તેમાં પચાસ
ખાટલાની વ્યવસ્થા છે તથા સ્ત્રીઓના અને બાળકોના વોર્ડ છે. આ વિસ્તારમાં આજુબાજુ
કયાંય આવી દાકતરી સારવારની સગવડ ન હોવાથી આ હોસ્પિટલ ગરીબો માટે એકદમ આશીર્વાદ રૂપ
બની ગઇ છે. દરદીઓ પાસેથી સાવ નજીવી ફી લેવાય છે અને તદ્ન ગરીબ દરદીઓને તો સાવ મફત
સારવાર અપાય છે.
સુરત શહેરમાં આ કેન્દ્ર ૧૯૭૫માં શરૂ થયું.
કેન્દ્રમાં લેબોરેટરી અને સ્ક્રીનિંગની સગવડ છે. અહીં બારેક દાકતરો માનદ્ સેવા
અપી રહ્યા છે. આ કેન્દ્ર સાથે એક દવાખાનું પણ સંકળાયેલું છે.
આ દવાખાનું છેલ્લાં ૧૮ વરસથી ચાલે છે. ભણશાળી ભાઇઓના
પિતાશ્રી કીર્તિભાઇએ તે શરૂ કરેલું. ઘણા બધા દરદીઓ આ સસ્તી હોમિયોપેથિક સારવારનો
લાભ લે છે.
બનાસકાંઠા જિલ્લાનાં થરાદમાં
આ કેન્દ્ર ૧૯૬૯માં સ્થપાયું. તેમાં ૧૦ ખાતલા,
લેબોરેટરી, એક્સ-રે વિભાગ અને ઓપરેશન થીયેટરની સગવડ છે. બાર થી પંદર દાકતરો આ
કેન્દ્રમાં માનદ્ સેવા આપી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાનાં થરાદ અને દાંતામાં, સાંબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં તથા
કચ્છ જિલ્લાના રાપરમાં, એમ ટ્રસ્ટ મારફત ચાર આંખની હોસ્પિટલો અત્યારે ચાલી રહી છે.
ટ્રસ્ટની કાયમની મુખ્ય પ્રવૃત્તિઓમાં એક છે, મોટા
પાયા ઉપર નિયમિત નેત્રયજ્ઞ યોજવાની પ્રવૃત્તિ. પહેલો માટો નેત્રયજ્ઞ અમે બિહારના
સમન્વય આશ્રમ, બોધગયામાં ૧૯૮૪માં યોજેલો. ત્યારે બે હજાર કરતાં વધારે એક વખતનાં
ઓપરેશનો કરવામાં આવેલાં. ત્યારથી માંડીને આજ સુધી બિહારના આ નેત્રયજ્ઞો એ ટ્રસ્ટની
એક નિયમિત ચાલતી પ્રવૃત્તિ બની રહી છે. ૧૯૮૪ થી ૧૯૯૩ સુધીમાં ૧૦ નેત્રયજ્ઞો થઇ
ગયા, જેમાં ૭૩ હજાર આંખનાં ઓપરેશનો કરવામાં આવ્યાં. આજે હવે આ એક વ્યાપક પ્રવૃત્તિ
બની ગઇ છે. છેલ્લાં ત્રણ વરસમાં દર વરસે ઓછામાં ઓછાં ૧૦ હજાર ઓપરેશનો થયાં છે.
ત્યાં જઇને ઓપરેશન માટે કેમ્પ કરીએ તે પહેલાં ચાર માસ અગાઉથી દરદીઓને તપાસવાનું
અને કોને કોને ઓપરેશનની જરૂર છે તે નક્કી કરવાનું કામ ઉપાડાય છે. આ માટે કાર્યકરો
લગભગ હજાર ગામોમાં ફરી વળે છે. ગુજરાતમાંથી ચારસો જેટલા સ્વયંસેવકો આને માટે સેવા
આપે છે, જેમાં ૨૦ આંખના સર્જનો, ૮૦ અન્ય દાકતરી સેવકો અને કેટલાક ગ્રામ
વિદ્યાપીઠોના વિદ્યાર્થીઓ પણ છે. સારવાર, ભોજન, આવવા-જવાનો ખર્ચ, ચશ્મા વગેરે બધુ
દરદીઓને મફત અપાય છે. ઓપરેશન બાદ ૬ અઠવાડિયે ફેર તપાસ થાય છે. અત્યાર સુધીમાં આ
ઓપરેશનોની સફળતાનો આંક ૯૯.૨ ટકા જેટલો રહ્યો છે. આ ઉપરાંત, રાજસ્થાન, ગુજરાત અને
મધ્યપ્રદેશમાં બીજા ૩૦૦ જેટલા નેત્રયજ્ઞો ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે.
રાધનપુર,
સાંતલપુર અને સમી તાલુકાનાં ઊંડાણનાં ગામડાંઓમાં ન તો કોઇ દાકતર મળે કે ન દાકતરી
સારવારની કોઇ સગવડ. તેથી આ અર્ધ-દાકતરી સારવારનો કાર્યક્રમ ત્યાં ટ્રસ્ટે ઉપાડયો.
લોકો ઘણા વહેમોમાં અને અંધશ્રધ્ધામાંયે ફસાયેલા હતા. આરોગ્ય વિશય બેદરકાર હતા. આ
યોજના હેઠળ સામાન્ય ભણેલા કાર્યકરોને પ્રાથમિક ચિકિત્સા અને સામાન્ય સારવારની તાલીમ
એકાદ અઠવાડિયું અપાય છે. તેમને ફરી-ફરી આવી તાલીમ અપાતી રહે છે. ૩૩૦ આંગણવાડીના
કાર્યકરોને આવી અર્ધ-દાકતરી કાર્યકર તરીકેની પણ તાલીમ આપીને તૈયાર કરવામાં આવ્યા
છે. તે ઉપરાંત, બીજા ૨૦ પૂરા સમયના કાર્યકરો દરેક છ-છ ગામડાંઓમાં સારવાર આપી રહ્યા
છે.
આ બધા કાર્યકરો મળીને કૂલ ૪૨૫ ગામડાંઓને આવરી લે છે. મેલેરિયા, સામાન્ય તાવ, શરદી,
ઝાડા, કૃમિ, આંખના દરદો વગેરે સામાન્ય દરદોથી પીડાતા ૩૦૦૦ જેટલા દરદીઓ રોજ આ
કાર્યકરો મારફત દાકતરી સારવાર પામે છે. વધારે બીમાર દરદીઓને હોસ્પિટલોમાં અને અન્ય
દાકતરી કેન્દ્રોમાં મોકલાય છે.
અગાઉ કહ્યું તેમ બનાસકાંઠા વિસ્તારમાં આરોગ્ય વિષયક સ્થિતિ
ઘણી જ નબળી છે. સરકારી દવાખાનાઓ વગેરેમાં ઘણી દાકતરી જગ્યાઓ ખાલી છે. આવા પછાત
વિસ્તારમાં રહીને જાતજાતની અગવડા વેઠવા સરકારી નોકરો ઝટ તૈયાર થતા નથી. તેથી આપણા
ટ્રસ્ટ ૨૦ આંગનવાડી કાર્યકરોને ખાસ ગ્રામ ઓરોગ્ય કાર્યકર તરીકે પણ તાલીમ આપીને
તૈયાર કર્યા છે. તેઓ ખાસ કરીને પ્રસૂતિ તેમજ બાળ-સંભાળ વિષયક બાબતો ઉપર ધ્યાન આપે
છે. આ ગ્રામ આરોગ્ય કાર્યકરોની મહેનતને લીધે ૯૦ ટકા માતાઓને ટીટેનસ ટોકસોઇડ અને ૮૦
ટકા જેટલાં બાળકોને રોગ સામે સંરક્ષણનો સંપૂર્ણ કોર્સ પહોંચાડી શકાયો છે. આવા
ગ્રામ આરોગ્ય કાર્યકરોની સંખ્યામાં વધારો કરતા જઇને ટ્રસ્ટ દ્વારા સંચાલિત ICDS
પ્રવૃત્તિનાં બધાં જ ૫૦૦ ગામોને આવરી લેવાની ખ્વાહેશ છે.
અગાઉ કહ્યું તેમ
બનાસકાંઠા જિલ્લામાં બાળ-મરણનું પ્રમાણ ઘણું વધારે છે. ટીટેનસને કારણે થતાં
ગર્ભવતી માતાઓનાં તેમજ બાળકોનાં મરણનું પ્રમાણ પણ ઘણું છે. સરકારે આને રોકવાના
પ્રયત્નો કર્યા, પણ તે ઝાઝા ફળદાયી થઇ શકયા નથી.
ટ્રસ્ટે આરોગ્ય-સંરક્ષણનો કાર્યક્રમ ૧૯૮૭માં ઉપાડયો. સ્થાનિક સ્વરાજય સંસ્થાઓ તેમજ
સરકારની સંમતિથી રાધનપુર, વાવા અને હારિજ તાલુકાનાં ૨૪૮ ગામોની આ અંગેની સંપૂર્ણ
જવાબદારી ટ્રસ્તે ઉપાડી લીધી. આ માટે ગ્રામ આરોગ્ય કાર્યકરો ઉપરાંત બીજા ૧૫
યુવાનોને પસંદ કરીને તાલીમ આપવામાં આવી. એમણે બધાએ વેકસીનેશનનું કામ ઉપાડી લીધું.
વેકસીનેશનના કામને બરાબર અસરકારક બનાવવું હોય તો કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપવું
જોઇએ- કાર્યકરોની ભરતી, તાલીમ અને દેખરેખમાં પૂરતી ચીવટ રાખવી; વેકસીનો નિયમિત પણે
અને પૂરતા પ્રમાણમાં મળતા પ્રમાણમાં મળતા રહે એવી પાકી વ્યવસ્થા કરવીં ચોક્કસ
નક્કી કરેલા સમય ગાળે ભૂલ માપ વિના વેકસીનેશન કરાતું રહે તેની તકેદારી રાખવી.
ટ્રસ્ટ દ્વારા ચાલતી યોજનામાં આ બધી જ બાબતોનું પૂરેપૂરું ધ્યાન રખાય છે. તેથી આ
કાર્યક્રમની નોંધપાત્ર અસર જોવા મળી છે. રોગો અને બાળ-મરણના પ્રમાણમાં સ્પસ્ટ
દેખાય આવે એવો ઘટાડો થયો છે.
આ ઉપરાંત, ટ્રસ્ટ તરફથી અવારનવાર પોલિયો વેકસીન આપવાનો કાર્યક્રમ વ્યાપક પ્રમાણમાં
હાથ ધરાતો રહે છે. ૧૯૮૨ થી ૧૯૮૯ દરમ્યાન ચાર આવા કેમ્પોમાં બનાસકાંઠા અને મહેસાણા
જિલ્લામાં ૨,૮૫,૦૦૦ બાળકોને પોલિયો -વેકસીન આપવામાં આવ્યું.
૫૦૦ ગામડાંઓમાં ચાર સ્થળે ટ્રસ્ટે બાળ દવાખાનાં શરૂ કર્યા છે. આ દવાખાનાં બહુ જ
લોકપિ્રય થઇ પડયાં છે અને બહુ ગરીબ લોકો માટે આશીર્વાદ રૂપ બન્યાં છે. ટ્રસ્ટની
ડીસા હોસ્પિટલના પેડીએટ્રીસિયનના સંચાલન હેઠળ ચાલતાં આ દવાખાનાંઓએ બાળ-મરણનું
પ્રમાણ ઘટાડવામાં નોંધપાત્ર ફાળો આપ્યો.
બનાસકાંઠા
જિલ્લો કચ્છના રણને અડીને આવેલો છે. લીલાં શાકભાજી અને દૂધની ત્યાં ભારે અછત છે.
પરિણામે ત્યાં રતાંધળાપણાનું પ્રમાણ ઘણું વધારે છે. વિટામિન 'સ્’ ની કમીને કારણે
આમ બને છે. સરવે કરવામાં આવ્યો. તો ૧૧૬ ગામ એવાં જણાંયાં જયાં વિટામિન 'સ્’ ખામી
સૌથી વધુ હતી. આ ગામોની આખીયે વસ્તીને કાયમ દર છ મહિને વિટામિન 'સ્’ ની
કેપ્સ્યુલ્સ આપવામાં આવે છે, અને બાળકોને તો બધાં જ ૫૦૦ ગામોમાં આ કેપ્સ્યુલ્સ
અપાય છે. પરિણામે, આજે હવે રતાંધળાપણાનું પ્રમાણ નહીંવત્ રહ્યું છે.
આ ગામડાંઓમાં પ્રસૂતિ પરંપરાગત દાયણો મારફત કરાવવામાં
આવે છે. ટ્રસ્ટે ૧૯૯૧ થી આ દાયણોને તાલીમ આપવાનું કામ હાથ ધર્યુ છે, જેથી તેઓ
પોતાનું કામ વધુ સારી રીતે અને સલામત રીતે પાર પાડી શકે. તેઓને એ રીતે પણ તૈયાર
કરી છે કે પ્રસૂતિ નોર્મલ રીતે નહીં થાય એવું જણાય તો એવી બહેનોને હોસ્પિટલમાં પણ
મોકલી શકે. અત્યાર સુધીમાં આવી ૧૩૦ દાયણોને તાલીમ અપાઇ છે, અને આંગણવાડી ચાલતી હોય
એવાં બધાં જ ગામડાંની દાયણોને તાલીમ આપવાની યોજના હવે તૈયાર થઇ ગઇ છે.
આરોગ્યના
ક્ષેત્રમાં બીજી એક મુખ્ય પ્રવૃત્તિ ટી.બી. નિયંત્રણની છે. બનાસકાંઠા અને તેની
આસપાસનાં વિસ્તારમાં ટી.બી.ના દરદીઓનું પ્રમાણ પણ ઘણું વધારે છે. ટ્રસ્ટે આ
પ્રવૃત્તિ એવી રીતે ઉપાડી છે કે ઓછામાં ઓછા ખરચે તેમજ વધુમાં વધુ અસરકારક બને એ
રીતે વ્યાપકમાં વ્યાપક વિસ્તારને આવરી લેવાનું શકય બને.
આ કાર્યક્રમ હેઠળ પહેલાં તો ટી.બી.ના દરદીઓ પરખવાનું કામ થાય છે. એવા દરદીઓને ૮૦
થી ૧૦૦ ના જુથમાં મહિને એકવાર કેમ્પમાં બોલાવાય છે. આને લીધે ખર્ચમાં કરકસર થાય છે
અને ઓછા સમયમાં વધારે દરદીઓને પહોંચી વળાય છે. એમની બધાની દાકતરી તપાસ કરવામાં આવે
છે અને એમને દવા આપવામાં આવે છે. જેમને રોગ વધી ગયો હોય, એમને હોસ્પિટલમાં દાખલ
કરવામાં આવે છે. કેમ્પોમાં એમને ટી.બી. વિશેજરૂરી માહિતી અને શિક્ષણ પણ અપાય છે.
એકવાર દરદી સાજો થાય એટલે તે પોતાના જેવા ટી.બી.ના બીજા દરદીઓને શોધી કાઢવામાંયે
આપણને મદદરૂપ બને છે. એમને ટી.બી.નાં દવાખાનાંઓ પર મોકલાય છે.એમને બહુ દૂર સુધી
જવું નહીં પડે, તે ખાતર ટી.બી. દવાખાનાં પાંચ કેન્દ્રોમાં ખોલવામાં આવ્યાં છે. આ
દરદીઓમા. આઠેક ટકા બહુ જ ગરીબ હતા. તેમને મફત સારવાર આપવામાં આવી. બીજાઓ પાસેથી
એમની આર્થિક સ્થિતિ મુજબ ફી લેવાય છે. ગરીબ દરદીઓને આવવા-જવાનું બસ-ભાડું તેમજ
પોષણ માટે ભુંજેલા સોયાબીન અપાય છે. ટી.બી.ની સારવાર માટે ૧૭ કાર્યકરો છે, તેઓ
પત્ર-વ્યવહાર મારફત તેમજ ઘરે ઘરે જઇને બધા દરદીઓની સતત દેખરેખ રાખતા રહે છે.
આ ટી.બી.નિયંત્રનનો કાર્યક્રમ ૧૯૮૪ માં સાવ નાના પાયા ઉપર શરૂ કરવામાં આવેલો. આજે
હવે વરસે દહાડે લગભગ ૩૦૦૦ હજાર જેટલા નવા દરદીઓને સારવાર શરૂ કરવામાં આવે છે.
આટલાં વરસોમા. કુલ વીસેક હજાર કરતાંયે વધારે દરદીઓને ટી.બી.ની સારવાર પહોંચાડી
શકાઇ છે. આ કાર્યક્રમ હેઠળ ત્રણ જિલ્લાનાં આશરે ૧૨૦૦ ગામોને આવરી લેવાયાં છે.
દરદીઓની ઝીણવટભરી તપાસ, સદભાવભરી સારવાર, દરદીની રોગ બાબતમાં કેળવણી અને સતત
દેખરેખ - આ બધાને લીધે નિષ્ફળતાનું પ્રમાણ એકદમ નીચું રાખી શકાયું છે. દર વરસે
હજારો દરદીઓને સારવાર અપાય છે. તેમાંથી માત્ર ૧૮ ટકા કેસોમાં દરદીને સાજો કરવામાં
આપણી કારી ફાવતી નથી. ભારતીય સંદર્ભમાં જોઇએ તો નિષ્ફળતાની આ ટકાવારી ઘણી નીચી
ગણાય.
બનાસકાંઠા તેમજ તેની આસપાસના રાજસ્થાનના
જિલ્લાઓમાં અફીણનાં બંધાણીઓનું પ્રમાણ ઘણું વધારે છે. આ જિલ્લાઓ પાકિસ્તાનની સરહદે
આવેલા છે અને કેફી પદાર્થોની ગેરકાયદે જબ્બર હેરાફેરીનો આ વિસ્તાર છે. કેટલાક
બંધાણીઓ અવારનવાર ડીસા હોસ્પિટલમાં સારવાર માટે આવતા અને અફીણની લતમાંથી છૂટવા મદદ
માગતા. આથી આપણને થયું કે આની વધુ તપાસ કરીએ. જયારે ખબર પડી કે પુખ્ત વયના
પુરુષોમાંથી લગભગ ૨ ટકા આમાં સપડાયા છે અને તેઓ અને તેમનાં કુટુંબીઓ આનાથી પાયમાલ
થઇ જાય છે, ત્યારે ટ્રસ્ટે અફીણનાં બંધાણમાંથી છોડાવવાનો આ કાર્યક્રમ નિયમિત ધોરણે
ઉપાડી લીધો.
અહીં પણ કેમ્પની પધ્ધતિ અપનાવાઇ. પહેલવહેલો આવો કેમ્પ ૧૧ એપિ્રલ ૧૯૮૯ના રોજ વાવ
કેન્દ્રમાં શરૂ થયો. ત્યારથી માંડીને આજ સુધી વાવ, ડીસા અને રાધનપુર એવાં ત્રણ
કેન્દ્રોમાં એક-એક અઠવાડિયાના આવા કેમ્પ નિયમિત ચલાવાય છે. ત્રણેક વરસમાં આવા ૧૩૨
કેમ્પ યોજાયા. ગુજરાતના બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના તેમજ રાજસ્થાનના બારમેર
જિલ્લાના બંધાણીઓ આ કેમ્પમાં આવ્યા. આ કાર્યક્રમની સફળતા એટલી બધી પ્રોત્સાહનજનક
છે અને ખુદ બંધાણીઓ તરફથી આની એટલી બધી માંગ છે, કે વાવ કેન્દ્રમાં તો આખુંયે વરસ
આવા કેમ્પ એક પછી એક કાયમ યોજાતા જ રહે છે. શરૂમાં અમે ૧૦,૦૦૦ હજાર બંધાણીઓ સુધી
પહોંચવાનું લક્ષ્યાંક પાંચ વરસમાં પૂરું કરવાનું રાખેલું, તે હવે જ વરસમાં પૂરું
કરવાનું ઠરાવ્યું છે.
લગભગ પાંચ હજાર બંધાણીઓને અફીણની લતમાંથી છોડાવી શકાય છે. એકવાર છૂટયા પછી ફરી
તેમાં ફસાયાન૭ં પ્રમાણ ૨૫ ટકા છે, જે જાણકારોની દ્દષ્ટિએ ઓછું ગણાય. કેટલાંક
ગામોમાંથી આ દૂષણ તદ્ન કાઢી નાખી શકાયું છે. હવે ગુજરાત અને રાજસ્થાનના અન્ય
જિલ્લાઓમાં પણ આવા કેમ્પો યોજાય રહ્યા છે. આ કાર્યક્રમની સૌથી મોટી અસરકારકતા એ
જણાય છે કે એક વાર પોતાનું બંધાણ છૂટી જાય પછી એવા બીજા બંધાણીઓને પણ આવા કેમ્પોમાં
જવા પ્રોત્સાહન આપે છે, સમજાવે છે તેમજ ધકેલે છે.
આ કાર્યક્રમનો સામાજિક-આર્થિક પ્રભાવ પણ નોંધપાત્ર છે. આને લીધે માત્ર બંધાણીઓને
આર્થિક રાહત પહોંચે છે એટલું જ નહીં, પણ તેમના આખા કુટુંબને ભારે રાહતની અને સુખની
લાગણી અનુભવાય છે. બંધાણીમાંથી છૂટેલા લોકો વધુ સક્રિય બને છે અને એમનો દ્દષ્ટિકોણ
પણ પ્રગતિશીલ બને છે. ટ્રસ્ટની અન્ય વિકાસ પ્રવૃત્તિઓમાં પણ તેઓ વધુ ને વધુ રસ લેતા
થાય છે.
૧૯૮૫ માં ટ્રસ્ટે
ગુજરાતના બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં 'ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ’
ની જવાબદારી સ્વીકારી. આ યોજના રાજય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવાય છે. તે
યોજના હેઠળ ટ્રસ્ટ ૫૪૩ આંગણવાડી ૬ તાલુકાઓમાં ચલાવે છે. આખા દેશમાં ICDS યોજના
હેઠળ કોઇપણ સ્વૈચ્છિક સંસ્થા હેઠળ ચાલતો આ સૌથી મોટો કાર્યક્રમ છે. આ
યોજના હેઠળ માતા અને બાળકના આરોગ્ય માટે વિવિધ પ્રવૃત્તિઓ ચલાવાય છે. જેવી કે
પોષણથી આહાર, આરોગ્ય-તપાસ, રોગ સામે સંરક્ષણ, પૂર્વ પ્રાર્થમિક શિક્ષણ, માંદાં ને
અપોષણથી પીડાતાં બાળકોની સારવાર વગેરે. સર્ભવતી તેમજ ધવડાવતી સ્ત્રીઓ માટે પણ પૂરક
પોષણ, રોગ પ્રતિકારક, આરોગ્ય-તપાસ અને આરોગ્ય શિક્ષણ વગેરે કામો ઉપાડાય છે. કુટુંબ
નિયોજન પણ આ યોજનાનું મુખ્ય અંગ છે. ૧૫ વરસની ઉપરની ઉંમરની બહેનોનાં મહિલા મંડળો
રચાય છે. એમને આરોગ્ય, સ્વચ્છતા, સફાઇ, સામજિક પ્રશ્નો તેમજ આર્થિક પ્રવૃત્તિઓ
વિષયક માહિતી અને શિક્ષણ અપાય છે. ૧૯૯૩ માં કિશોર વયની કન્યાઓ માટેનો એક ખાસ
'બાલિકા યોજના’ નો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો.
ગામડાંઓમાં ચાલતી આંગણવાડી ગામમાં ટ્રસ્ટના એક સક્રિય મથક રૂપ બની રહેતી હોય છે.
ટ્રસ્ટને જોઇતી ઘણી ખરી માહિતી આવી આંગણવાડી મારફત મળી રહે છે. ટી.બી. થી પીડાતા
દરદીઓ કોણ કોણ છે, અફિણના બંધાણીઓ ગામમાં કેટલા છે, કયાં કુટુંબોને આથિંક સહાય કરવા
જેવી છે, ગામના સામાજિક-આર્થિક પ્રશ્નો કયા છે વગેરે જાતજાતની માહિતી આંગણવાડી
ચલાવતા કાર્યકરો મારફત સહેલાઇથી મેળવી શકાય છે તથા તે ગામોમાં ચાલતી ટ્રસ્ટની વિવિધ
પ્રવૃત્તિઓ કેવી ચાલે છે તે પણ તેમના મારફત જાણી શકાય છે. આંગણવાડીના કાર્યકરને
સરકાર તરફથી અપાતા વેતન ઉપરાંત મહિને રૂ.૧૨૫ થી રૂ.૭૫ સુધી પ્રોત્સાહન રૂપે વધારે
પણ અપાય છે. આંગણવાડીનો કાર્યકર જો ગામની હબારનો હોય તો તેને મકાનનું ભાડું પણ
અપાય છે. આંગણવાડીમાં મદદનીશ તરીકે કામ કરનારાઓને એમના વેતન ઉપરાંત મહિને રૂ.૧૫૦
વધારાના અપાય છે. આ યોજનાનો લાભ છ તાલુકામાં ૪૦ હજાર જેટલા માણસોને રોજ નિયમિત મળી
રહ્યો છે.
મોટાભાગે આદિવાસી એવાં પંચમહાલ
જિલ્લામાં ટસ્ટના કથોલાના કેન્દ્ર મારફત ૨૮ બાલવાડીઓ ચાલી રહી છે. પોષક આહાર તેમજ
પૂર્વ-પ્રાર્થમિક શિક્ષણ આપવા માટે આ બાલવાડીઓ ૧૯૮૦માં શરૂ કરવામાં આવેલી.
ટ્રસ્ટના મિશનને અનુરૂપ એવી બીજી એક મુખ્ય ઝુંબેશ શિક્ષણના ક્ષેત્રે ચાલી રહી છે.
આ વિસ્તારમાં શિક્ષણ માટેની સગવડો બહુ ઓછી છે એટલું જ નહીં, સામાજિક ખોટી માન્યતા
તેમજ આર્થિક પરિસ્થિતિ પણ શિક્ષણના ફેલાવા માટે ઘણી બધી પ્રતિકૂળ છે. સાનાજિક
પરંપરાઓ એવી છે કે છોકરીઓને ભણાવવાની જરૂર નથી. આમ, બહેનોને શિક્ષણથી સાવ વંચિત
રહી જાય છે. જિલ્લાના કેટલાક ભાગોમાં તો બહેનોમાં શિક્ષણનું પ્રમાણ માંડ બે ટકા
જેટલું હશે. આથી ટ્રસ્ટે શિક્ષણના પ્રચાર માટે વિવિધ પ્રવૃત્તિઓ ઉપાડી છે.
ગરીબ બાળકોને ભણવા માટે પ્રોત્સાહન આપવા ટ્રસ્ટ
પુસ્તકો અને શાળા ગણવેશનું નજીવી કીંમત લઇને વિતરણ કરે છે. પંચમહલ અને વડોદરા
જિલ્લાની ૬૦૦ નિશાળો આ કાર્યક્રમ હેઠળ આવરી લેવાઇ છે. શાળાના યુનિર્ફોમ સીવડાવવાના
કામમાં ૮૦ સ્થાનિક દરજીઓને રોજી મળી રહે છે.
ગામડાંઓમાં અને શહેરના ગરીબ લત્તાઓમાં
ટ્રસ્ટ અત્યારે ૧૫૦ પ્રૌઢશિક્ષણ કેન્દ્રો ચલાવી રહ્યું છે. લાખતાં-વાંચતાં તેમજ
થોડુંક ગણિત શીખવવાની સાથોસાથ અન્ય સામાજિક -આર્થિક વિષયો પણ નિયમિત લેવાય છે. આ
કાર્યક્રમને ખૂબ સારો પ્રતિભાવ પડયો છે, અને ટ્રસ્ટે તેને વ્યાપક બનાવવાનું નક્કી
કર્યુ છે.
૧૯૭૯-૮૦ થી ટ્રસ્ે નિશાળો શરૂ કરેલી. ગાંધી-વિચાર તેમજ ગ્રામીણ સંદર્ભને અનૂરૂપ
આ નિશાળો ઉત્તર બુનિયાદી શાળાઓ છે. જેમાં શિક્ષણની સાથોસાથ ખેતી અને ઉદ્યોગોની
તાલીમ પણ વિદ્યાર્થીઓને અપાય છે. એક ભગિની સંસ્થા સર્વ એવા ટ્રસ્ટના નેજા હેઠળ
પાંચ બુનિયાદી શાળાઓ સ્થાપવામાં આવી છે. તેમાંની ચાર બનાસકાંઠામાં અને એક કચ્છમાં
છે.
આપણે જોયું કે ટ્રસ્ત દાન ધરમ
અને રાહતનાં કામોથી શરૂ કરીને વિકાસનાં કામો તરફ આગળ વધતું રહ્યું છે. ધીરે ધીરે
તે નવાં નવાં ક્ષેત્રોમાં પર્દાપણ કરે છે. હમણાં હમણાં હવે આપણે ખેતી, વૃક્ષારોપણ,
પર્યાવરણ અને માનવીય ટેકનોલોજીને લગતી પ્રવૃત્તિઓ પણ હાથ ધરી છે.
પહેલી નર્સરી પંચમહાલ જિલ્લાના કથોલા
કેન્દ્રમાં શરૂ કરવામાં આવી. લીમડો, ગુલમહોર, ફળો વગેરેના રોપા ઉછેરીને આદિવાશીઓને
આપ્યા. લગભગ ૨૦૦ ગામોના ગ્રામજનોને આનો લાણ લીધો. બીજી નસંરી ૧૯૯૨માં ખેડૂતો,
યુવાનો અને બહેનોના જૂથોની મદદથી રાધનપુરની આસપાસનાં ગામડાંઓમાં બીજી ચાર નર્સરી
સ્થાપવામાં આવી. આ ઉપરાંત, છેલ્લાં ૧૦ વરસથી શાકભાજીનાં બીનાં પડીકાં બનાવીને
પંચમહાલના આદિવાસી કુટુંબમાં વહેંચવામાં આવે છે. દર વરસે નહીં નહીં તોયે બે લાખ
જેટલાં શાકભાજીનાં બીનાં પેકેટ આ રીતે વહેંચાય છે. બે વરસથી બનાસકાંઠામાં પણ આ
બી-વિતરણનું કામ શરૂ કર્યુ છે.
ખેડૂતો પોતાની થોડી જમીનમાં સજીવ ખેતીના પ્રયોગ કરે, તે માટે
એમને સમજાવાય છે અને મદદ કરવામાં આવે છે. સજીવ ખેતીનો આ કાર્યક્રમ ડીસા, રાધનપુર
અને થરાડ વિસ્તારમાં લગભગ ૭૫ ખેતરોમાં હાથ ધરાયો છે. તેનાં પરિણામો ઘણાં સંતોષકારક
છે અને આનથી જમીન સુધરી છે. આવાં પરિણામા જોઇને અન્ય ખેડૂતો પર સારી અસર થઇ છ અને
તેઓ પણ સજીવ ખેતી અપનાવા તૈયાર થયા છે. આ કાર્યક્રમ વડોદરાના માનવીય ટેકનોલોજી
ફોરમની મદદથી ઉપડાયો છે. આને લીધે ખેતીના ક્ષેત્રમાં નવા નવા કાર્યક્રમો ઉપાડવાની
નવી દિશા ખૂલી છે.
આદિવાસી ખેડૂતો કે જેમના કૂવા સુકાઇ ગયા
છે, એમને ડાયનામારટ મૂકીને કૂવા ઊંડા કરવામાં ટ્રસ્ટ મદદ કરે છે. બનાસકાંઠામાં અને
પંચમહાલમાં આ પ્રવૃત્તિ અવારનવાર ઉપાડવામાં આવે છે. પંચમહાલ જિલ્લામાં ૧૯૮૬ થી
૧૯૯૨ દરમ્યાન લગભગ ૩,૦૦૦ જેટલા કૂવા આ રીતે નવસાધ્ય કરવામાં આવ્યા અને ૧૦,૦૦૦ એકર
જેટલી જમીનને સિંચાઇનું પાણી પહોંચાડાયું. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના આદિવાસી
વિસ્તારમાં આ કામ ૧૯૮૯માં ઉપાડાયું અને બે વરસની અંદર બસો જેટલા ખેડૂતોના કૂવા
પાણીવાળા થઇ ગયા. આ કાર્યક્રમમાં ખેડૂત થોડી મજૂરી આપે છે અને ત્રીજા ભાગનો ખર્ચ
આપે છે. જયારે બાકીનો બે ભાગનો ખર્ચ ટ્રસ્ટ ભોગવે છે.
પંચમહાલના આદિવાસી વિસ્તારમાં જયાં
પાણીની સગવડ છે, ત્યાં ટ્રસ્ટ ગ્રામજનોને વિનામૂલ્યે પંપએન્જિન પૂરુંપાડે છે, જેથી
તેઓ પોતાના ખેતરોની સિંચાઇ કરી શકે. ગ્રામજનો એક સમિતિ બનાવે છે, ડિપોઝિટ આપે છે,
અને એન્જિન વાપરવા લઇ જાય છે. લોકો જાતે આ બધી વ્યવસ્થા ગોઠવી લે છે. ૧૯૯૦ માં આ
રીતે ૨૭ એન્જિન પૂરાં પડાયાં. દશેક વરસથી આ પ્રવૃત્તિ ચાલે છે.
વડોદરાના માનવીય ટેકનોલોજી ફોરમના સહકારથી ગામડાંઓમાં માફકસરની
અને માનવીય ટેકનોલોજી દાખલ કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ ઉપાડવામાં આવી છે.
ગોબર ગેસ પ્લાન્ટ, નિર્ધૂમ ચૂલા, માટીના રેફ્રીજરેટર, સૂર્યકૂકર, બોલ-બેરિંગવાળી
ઘંટી, કપાસનાં કાલાં કાઢવાની નવી પધ્ધતિ વગેરે ગામડાંઓમાં દાખલ કરવામાં આવ્યાં છે.
આ બધી ટેકનોલોજી સસ્તી છે. ગામડાંમાં જ મળતી સાધનસામગ્રીમાંથી બની શકે છે,
ઊર્જાની બચત કરે છે, ગરીબોને પોષાય એવી છે અને સ્થાનિક કારીગરોને વધારે આવક કરાવી
શકે તેવી છે. લોકોનો પ્રતિભાવ ઘણો ઉત્સાહજનક છે. આ નવી નવી ટેકનોલોજી અને
ચીજવસ્તુઓ તેઓ ઊલટભેર અપનાવી રહ્યા છે.
ટ્રસ્ટનો ઉદભવ માનવતાવાદી કાર્યોને લઇને થયો હતો. આજે પણ જરૂરિયાતવાળા
માણસોને મદદરૂપ થવાનું કામ ચાલુ જ છે. નિ:સહાય ને અકલવાયી વિધવા હોય, કમાઇ શકે એવા
કોઇ જણ વિનાનાં કુટુંબો હોય, બહુ જ ઓછી આવકવાળાં કુટુંબો હોય, શારીરિક રીતે અપંગ
હોય, અંધજનો હોય કે અસાધ્ય રોગોથી પીડાતા દરદી હોય, તો તેવા સહુ કોઇને અનાજ,
કપડાંલત્તા, દવાદારૂ, મફત દાકતરી સહાય અથવા તો રોકડ રૂપે મદદ પહોંચાડવા ટ્રસ્ટ
પ્રયત્નશીલ છે. કોઇ ગરીબ માણસ નાનકડો ધંધો શરૂ કરવા માગતો હોય અને તે માટે તેને
પૈસાની જરૂર હોય, તો તેને લોન આપીને મદદ કરાય છે. મધ્યમ વર્ગના કે ઉચ્ચ જાતિના કોઇ
સંકટમાં આવી પડયા હોય, તો તેમને પણ મદદ પહોંચાડાય છે.
આવા જરૂરિયાતવાળા લોકોને શોધી કાઢવા વ્યવસ્થિત સરવે કરવામાં આવે છે. ખરેખર કોઇને
મદદ કરવા જેવી છે, તે નક્કી કરવા અમુક ધોરણો ને કસોટીઓ ધ્યાનમાં રખાય છે. દરેક
લાભાર્થી વિશે વિગતવાર નોંધ રાખવામાં આવે છે. આના વધારે દરેકને દર મહિને નિયમિત
મદદ પહોંચાડાય છે. આમાં કયાંક વિલંબ ન થાય કે ભૂલચૂક ન થાય, તેની પૂરી કાળજી લેવાય
છે. જેમને મદદ અપાતી હોય એવાં કુટુંબોની વરસમાં એકાદવાર મુલાકાત લેવાય છે, જેયી
એમની ખરેખરી પરિસ્થિતિ વિશે આપણને જાણકારી રહે. આ બધું કામ ૧૯૭૧ થી નિયમિત
વ્યવસ્થિતપણે ચાલી રહ્યું છે. અત્યારે ૪,૫૦૦ જેટલાં કુટુંબો આ રીતે દર મહિને
નિયમિત મદદ મેળવી રહ્યાં છે.
માનવસેવા અને વિકાસને લગતું આ કામ કરવાનું ભણશાળી ટ્રસ્ટ ચાલુ રાખશે. કામ વધુને
વધુ પરિણામદાયી બને, અસરકારક બને તે માટે તેમાં કાયમ સુધારાવધારા કરતા રહીશું અને
કામને સુવ્યવસ્થિત કરતા રહીશું. કામની ગુણવત્તાને જ રીકે ઓછી થવા દીધા વિના અને
સિધ્ધાંતોને લગી રે ઢીલા કર્યા વિના કામનો વ્યામ પણ વધારતા રહેવાની આપણી નિરંતર
કોશિશ રહશે. લગભગ પા સદી જેટલા ગાળાના અનુભવને આધારે ટ્રસ્ટને એમ લાગ્યું કે આપણા
સમાજની મુખ્ય સમસ્યાઓ શિક્ષણના અભાવને કારણે છે. આ માટે શિક્ષણ તેમજ લોકોની સભાનતા
વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું ટ્રસ્ટનું આયોજન છે. ટ્રસ્ટની વિવિધ
પ્રવૃત્તિઓ સાથે આ વાત મુખ્યત્વે સંકળાયેલી રહેશે. ખાસ કરીને લોકોની ચેતના
જગાડવાની, લોકોનો આર્થિક-સામાજિક વિકાસ સાધવાની તથા સ્ત્રીઓ અને સૌથી નબળા વર્ગના
લોકોની આવક વધારીને એમને પગભર કરવાની આપણી કોશિશ રહશે.
ટ્રસ્ટ નવી નવી પ્રવૃત્તિઓ અને વધુને વધુ અસરકારક કાર્યપધ્ધતિઓ ને અભિગમો અપનાવવા
કાયમ ઉત્સુક છે. માનવીય તેમજ નૈતિક આધાર ઉપર વિકાસ સાધવો, એ ટ્રસ્ટની ફિલસૂફી છે.
તેની આ મથામણમાં ટ્રસ્ટ આવાં કામો સાથે નિસ્બત ધરાવતી સહુ કોઇ વ્યક્તિઓ તેમજ
સંસ્થાઓને સહાયભૂત થવા તથા એમની સહાય મેળવવા સદા ઇચ્છુક છેે.
ભણશાળી ટ્રસ્ટ,
૬૪૦-૬૪૬, પંચરત્ન, આપેરા હાઉસ,
મુંબઇ. ૪૦૦ ૦૦૪.
૯૧-૨૨-૨૩૬૩૭૪૩૭ / ૨૩૬૩૨૨૩૫
૧. ટ્રસ્ટના નામ સાથેનો ફોટો/મુખ્ય કાર્યાલય ૭
ભાઇઓનો ફોટો.
૨. ૧૯૬૭ના બિહારના રાહતકામનો કોઇ ફોટો.
૩. ગુજરાતનો નકશો અને તેમાં ટ્રસ્ટનું
કાર્યક્ષેત્ર તથા ટ્રસ્ટનાં
મુખ્ય
કેન્દ્રો.
૪. જુદાજુદા રોગોના દરદીઓ.
૫. મુખ્ય કેન્દ્રોના હીરા.
૬. રાધનપુર - ઓફિસ, રહેઠાણ, ખાદીભંડાર,
દવાખાનું,
હોસ્પીટલ.
૭. અમદાવાદ, સુરત, ડીસા, રાધનપુર.
૮. નેત્રયજ્ઞ.
૯. આંગણવાડી.
૧૦. મહિલામંડળ.
૧૧. બાલવાડી.
૧૨. ICDS ની પ્રવૃત્તિઓ.
૧૩. વિટામીન - એ વિતરણ.
૧૪. દાયણ.
૧૫. ટી.બી. સારવાર.
૧૬. અફીણમુક્તિ.
૧૭. પુસ્તકો - ગણવેશ.
૧૮. પ્રોઢશિક્ષણ.
૧૯. બુનિયાદી વિદ્યાલયો.
૨૦. છાત્રાલયો.
૨૧. નર્સરી, વૃક્ષારોપણ.
૨૨. સજીવખેતી.
૨૩. કૂવા - સિંચાઇ.
૨૪. માનવીય ટેકનોલોજી.