સમ્પર્ક Dr. Ketan Jhaveri: email jeevanshailee@yahoo.com / drketanjhaveri@gmail.com
ડો. કેતન નરેન્દ્ર ઝવેરીનો જન્મ ૧૯૬૭ની ચોવીસમી જાન્યુઆરીએ ભાવનગરમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણનાં પ્રથમ બે વર્ષ ભાવનગર પાસેના સણોસરા ગામમાં લોકભારતી સંસ્થા ખાતે અને ત્યાર પછી બધુ શાળાકીય શિક્ષણ સુરતની જીવનભારતી શાળામાં થયું. તેમણે સુરતના સરકારી તબીબી મહાવિદ્યાલયમાંથી એમ.બી.બી.એસ.ની પદવી અને એમ.ડી.(જનરલ મેડિસિન)ની પદવી મેળવી. ઇ.સ.૧૯૯૫થી તેઓ ભણશાળી ટ્રસ્ટ , ડીસામાં ફુલ-ટાઇમ ફિઝિશ્યન અને મેડીકલ સુપ્રીન્ટેન્ડન્ટ તરીકે જોડાયા. હાલમાં જીવનશૈલી સાથે સંકળાયેલ રોગોને અટકાવવા માટે સુરતમાં તેમના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ ભણશાળી ટ્રસ્ટ સંચાલિત જીવનશૈલી ક્લિનિકમાં તેઓ ફુલ-ટાઇમ ફિઝિશ્યન અને મેડિકલ ડિરેકટર તરીકે સેવા આપે છે. આરોગ્ય શિક્ષણના ઊંડા રસને કારણે તેમણે ઈ.સ.૧૯૮૯થી જ આરોગ્યલક્ષી લેખો અને કોલમ લખવાની શરૂઆત કરી. 'ગુજરાતમિત્ર'; 'રખેવાળ'; 'મધ્યાંતર સંચાર'; 'મુંબઇ સમાચાર'; 'સમભાવ' વગેરે અનેક વર્તમાનપત્રોમાં એમની આરોગ્યની કોલમ તથા લેખો છપાય છે. 'આપણું સ્વાસ્થ્ય' અને 'વિજ્ઞાનદર્શન' સામાયિકમાં પણ તેમના લેખ પ્રસિદ્ધ થાય છે. ડો. કેતન ઝવેરીનાં નીચે જણાવેલ પુસ્તકો અને પુસ્તિકાઓ પ્રગટ થઇ છે -
1. 'પ્લેગ';
2. 'ઇમ્યુનિટી-એલર્જીથી એઇડ્સ સુધી';
3. 'તાવ આવે ત્યારે શું કરશો';
4. 'ફર્સ્ટ એઇડ (પ્રાથમિક સારવાર)';
5. 'હાઇબ્લડપ્રેશર';
6. 'ડાયાબિટીસ';
7. 'હ્રદયરોગ';
8. 'જાડાપણું';
9. 'સ્વસ્થ આહાર';
10. 'ગ્રામ આરોગ્ય';
11. 'વ્યસનમુક્તિ';
12. 'મન:શાંતિ';
13. 'થેલેસીમીઆની બીમારી' (પરિચય પુસ્તિકા) ;
14. 'દવાની સારી માઠી અસરો' (પરિચય પુસ્તિકા);
15. 'કોલેસ્ટેરોલ વધવાની સમસ્યા' (પરિચય પુસ્તિકા);
16. 'હાડકા અને સાંધાની તકલીફો';
૧૭. 'આંખની તકલીફો અને સારવાર';
૧૮. 'સગર્ભા સંભાળ';
૧૯. 'કમરનો દુખાવો' (પરિચય પુસ્તિકા);
૨૦. 'ઓસ્ટીઓપોરોસીસ' (પરિચય પુસ્તિકા);
૨૧. આરોગ્ય ખિસ્સાપોથી સમ્પુટ.